ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન
કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરીને આયુષ (AYUSH) ઇકોસિસ્ટમને મજબૂત કરવાના હેતુથી શ્રેણીબદ્ધ પરિવર્તનકારી પગલાંની જાહેરાત કરી હતી.
આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન, જામનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ આ બજેટમાં આયુષ સિસ્ટમ 20%નો વધારો અને ડબલ્યુ. એચ. ઑ. માટે સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આમ થવાથી વૈશ્વિક કક્ષાએ આયુર્વેદ અને સમગ્ર આયુષ સિસ્ટમને પ્રોત્સાહન તો મળશે જ સાથોસાથ વિશ્વના નકશામાં WHOના વિકાસથી એક નવું સીમાચિહ્ન જામનગર માટે અંકિત થશે. સાથોસાથ ભારતને મેડિકલ ટૂરિઝમ સેવાઓ માટે પસંદગીના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે, સરકારે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પાંચ પ્રાદેશિક મેડિકલ હબ (Regional Medical Hubs) સ્થાપવામાં રાજ્યોને ટેકો આપવાની દરખાસ્ત કરી છે. આ હબ એકીકૃત હેલ્થકેર કોમ્પ્લેક્સ તરીકે કાર્ય કરશે, જે એક જ છત્ર હેઠળ તબીબી સેવાઓ, શિક્ષણ અને સંશોધન સુવિધાઓને જોડશે. જેથી મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટે પ્રાદેશિક મેડિકલ હબ તરીકે ઊભરી આવશે.
સૂચિત મેડિકલ હબમાં આયુષ કેન્દ્રો, મેડિકલ વેલ્યુ ટૂરિઝમ ફેસિલિટેશન સેન્ટર્સ અને નિદાન (diagnostics), સારવાર પછીની સંભાળ અને પુનઃવસન માટે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુલાકાતીઓ માટે દર્દીના અનુભવને વધારવા ઉપરાંત, આ હબ ડોક્ટરો અને સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો (AHPs) સહિતના આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો માટે વિવિધ રોજગારીની તકો ઉભી કરે તેવી અપેક્ષા છે.
આયુષ પ્રણાલીઓ માટે વૈશ્વિક ગતિ
પરંપરાગત ચિકિત્સામાં ભારતના નેતૃત્વને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રી દ્વારા યોગને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા બાદ તેને વૈશ્વિક માન્યતા મળી છે, જ્યારે આયુર્વેદે કોવિડ પછીના સમયગાળામાં નવેસરથી વૈશ્વિક સ્વીકૃતિ જોઈ છે. આયુષ ઉત્પાદનોની વધતી જતી આંતરરાષ્ટ્રીય માંગથી ઔષધીય વનસ્પતિઓની ખેતી કરતા ખેડૂતો અને પ્રોસેસિંગ તથા મૂલ્યવૃદ્ધિમાં રોકાયેલા યુવાનોને પણ ફાયદો થઈ રહ્યો છે.
આઈ. ટી. આર. એ. ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ જણાવ્યું હતું કે આયુષ ક્ષેત્રને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે, કેન્દ્રીય બજેટમાં જે પહેલોની દરખાસ્ત થઈ એ ખારાં અર્થમાં સર્વોત્તમ ગણાય:
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, ક્લિનિકલ કેર અને સંશોધનનો વિસ્તાર કરવા માટે ત્રણ નવી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના.
• ગુણવત્તાના ઉચ્ચ ધોરણો, પ્રમાણપત્ર અને કુશળ માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઝનું અપગ્રેડેશન.
• પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓમાં પુરાવા-આધારિત સંશોધન, તાલીમ અને વૈશ્વિક જાગૃતિને મજબૂત કરવા માટે WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, જામનગરનું અપગ્રેડેશન.
આ પહેલો પરંપરાગત પદ્ધતિને આધુનિક હેલ્થકેર ફ્રેમવર્ક સાથે એકીકૃત કરવા, ભારતની સોફ્ટ પાવર વધારવા અને દેશને સર્વગ્રાહી અને પુરાવા-આધારિત હેલ્થકેર માટે વિશ્વસનીય વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે
ભારત સરકાર દ્વારા બજેટમાં આયુર્વેદ અને આયુષ સીસ્ટમ માટે જે પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, નાણા મંત્રી નિર્મલા સીતારામનજી, દેશના આયુષ મંત્રી પ્રતાપરાઉ જાધવજી અને આયુષ મંત્રાલયના સેક્રેટરી પદ્મશ્રી રાજેશ કોટેચાજી દ્વારા જે ભાવી દ્રષ્ટિકોણ અને દૂરંદેશી દાખવામાં આવી છે.
