ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરના નવા મોખાણા ગામે ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દેતા ભારે હડકંપ મચી ગઈ હતી. મોખાણાના કિશોરભાઈ બોરીચા એ આ અંગે તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ મોડી રાત્રે દોડી આવ્યા હતા અને માનવ પક્ષી દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી.
સોમવારે મોડી રાત્રે દિપડો દેખાતા રણજીતસાગર તરફના રસ્તે બાવળની જાળી જાખર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દીપડો પલાયન થઈ ગયો હોવાનું મનાય છે. તો બીજી તરફ નવા મોખાણા નજીક દીપડાના પગના નિશાન પણ મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તો હાલ પણ આ દીપડાને શોધવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
