ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામજોધપુરમાં પટેલ સમાજ ખાતે અગ્રણીઓ સાથે બેઠક પણ યોજાઈ 
જામનગરના જામજોધપુર ખાતે આવેલ ઉમિયાધામ સિદસર ખાતે કુર્મી સેના ઉત્તર પ્રદેશના સામાજિક પ્રતિનિધિ મંડળના અગ્રણી ચંદ્રભાણસિંહ પટેલ (પ્રયાગરાજ), રામપ્રસાદજી (કોસંબી), આર. સી. પટેલ (સુલતાનપુર), સ્વામી ભંતેજી (લખનઉ) અને કૂર્મીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડિયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા રમેશભાઈ ધરસંડીયા, પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ વાછાણી, મંત્રી ચંદ્રેશભાઇ સવસાણી, રાષ્ટ્રીય પ્રવક્તા કિશનભાઇ વેકરીયા, પ્રદેશ કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ તળપદા, કુર્મી સેનાના જામનગર અધ્યક્ષ કિંજલભાઈ કારસરીયા, ઉપાધ્યક્ષ માવજીભાઈ રામોલિયા, મંત્રી પ્રવીણભાઈ ચનીયારા, જામજોધપુરના પાટીદાર અગ્રણી હિરેનભાઈ ખાંટ, નરેન્દ્રભાઈ કડીવાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને કુર્મી સેના દ્વારા આંતર રાજ્ય સમૂહ લગ્ન ને લઈને વિચારોના આદાન-પ્રદાન કરવામાં આવ્યા હતા. ગુજરાતના પ્રવાસે આવેલા ઉત્તર પ્રદેશના કૃર્મિ આગેવાનોએ પાટીદારો સાથે રોટી બેટીના વ્યવહાર અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરી હતી અને આવનાર સમયમાં પ્રયાગરાજ ખાતે કુર્મી પાટીદારોનું સંગમ સ્થાન બને તે માટે પણ વિચાર વ્યક્ત કર્યો છે.

