મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિ.સં .૨૦૮૩ ના નૂતન વર્ષના પ્રથમ દિવસે પંચદેવ મંદિરમાં પહોંચી દર્શન કર્યા…

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર :

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગર ના પંચદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન પૂજન થી કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મય જીવનની પ્રાર્થના કરી હતી અને મંદિર પરિસર માં દર્શનાર્થીઓ નું અભિવાદન ઝીલી નવા વર્ષ ની શુભ કામનાઓ પાઠવી હતી.

આ અવસરે ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ , શહેર સંગઠન પ્રમુખ ડો. આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેન્દ્ર ભાઇ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે વિકસત ભારત અને નશા મુક્ત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પ ને સાકાર કરવામાં વિકસિત ગુજરાત અને નશા મુક્તગુજરાત માટે સૌ સાથે મળીને નૂતન વર્ષે સંકલ્પ કરીએ.