જામનગરમાં 36 ટુકડીઓએ વિજચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરમાં આજે સવારથી પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ થઈ છે. જામનગર શહેરના જીઆઇડીસી અને ખંભાળિયા ગેટ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ટુકડીઓએ ધામા નાખ્યા છે.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી કુલ 36 ટીમો દ્વારા વીજ ચોરી ઝડપવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટુકડી ની સાથે 12 એસ.આર.પી., 17 જેટલા પોલીસ કરવી અને 8 એક્સ આર્મીમેન ઉપરાંત 3 વિડીયોગ્રાફર સાથે જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ, હનુમાન ટેકરી, વિશ્રામ વાળી, 58 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ ઉપરાંત મસિતિયા અને દરેડ ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી ઝડપવા ટુકડીઓએ ઘોસ બોલાવી છે.