જામનગરમાં યુવક કોંગ્રેસે લઠ્ઠા કાંડ ને લઈને દેખાવો કર્યા, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં યુવક કોંગ્રેસ અને એને દ્વારા અંબર સિનેમા સર્કલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુને લઈને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂ ની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામા ની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન દેશી દારૂની ખાલી કોથળીઓ સળગાવી રહેલા યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસિફખાન પઠાણ, મહિપાલસિંહ, કર્ણદેવસિંહ સહિતના અગ્રણી કાર્યકરોની અટકાયત પણ પોલીસે કરી હતી.