સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં N.A.B.H.ની ટીમે ઇન્સ્પેકશન કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા નંબર ની ગણાતી જામનગરમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ માં સુવિધા ઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું નકકી કરાશે.

નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ ના બે અધિકારીઓ દ્વારા આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ નોંધાવવા થી લઈ ને દાખલ થનાર દર્દીઓને અપાતી સારવાર તેમજ અલગ અલગ વિભાગોમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક કામગીરીની પ્રક્રિયાઓ, તેમજ જુદા જુદા વોર્ડમાં દર્દીઓ માટે ની સાધન ,  સુવિધા, તથા સારવાર માટે આવનારા દર્દીઓની સુખાકારીની વ્યવસ્થા સહિતની માળખાગત પ્રાથમિક સુવિધા સહિતની બાબતોનું સર્વે કરીને તેનો સર્ટીફીકેટ અપાતું હોય છે.

જે સંસ્થાના અધિકારીઓની ટીમ બુધવારે સવારે જામનગર આવી પહોંચી હતી, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. દીપક તિવારી, ઉપરાંત જુદા જુદા વોર્ડના ડો. અજય તન્ના અને ડૉ. હેમાંગ વસાવડા દ્વારા સ્વાગત કરાયું હતું, અને તેઓને સાથે રાખીને જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડ અને વિભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું .

જી.જી. હોસ્પિટલના ૭૦૦ બેડ સાથે ના નવા વોર્ડ, ઉપરાંત બાળકો માટેના  ૨૦૦ બેડની સુવિધા વાળા વિભાગ, કેન્સર વિભાગ સહિતના અલગ અલગ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી.

આ NABH ની ટીમ દ્વારા હોસ્પિટલની તમામ સુવિધાઓ અને સેવાઓનું બારીકીથી નિરીક્ષણ કર્યું હતું.અને તેના આધારે માર્ક આપશે અને જામનગરની હોસ્પિટલનું સ્તર નક્કી કરશે. આ ટીમ હોસ્પિટલની મુલાકાતે હોવાથી હોસ્પિટલના અધિક્ષક, તમામ ફેકલ્ટીના HOD, નર્સિંગ સ્ટાફ સહીત તમામ હોપિટલના  અધિકારીઓ હાજર રહ્યાં હતાં.