વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

જાણવા જેવું દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ મહોત્સવ દરમિયાન સૌથી મોટી 23ફૂટ 2.5ઇંચ ની માર્કર પેન બનાવી નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે.

જામનગરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન કડિયાવાડ વિસ્તારમાં આવેલા કડિયા બજાર રોડ પર ચાલી રહેલા શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત માત્ર 24 કલાકમાં 23ફૂટ 2.5ઇંચ ની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી છે. 23ફૂટ 2.5ઇંચ ની અત્યાર સુધીની વિશ્વની સૌથી મોટી માર્કર પેન જામનગરમાં બનાવાઈ છે. જેને લઇને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગરની વધુ એક સિદ્ધિ નોંધાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જામનગરના એઇટ વન્ડર ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતા શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં 26માં વર્ષે 9 મો વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. તેમ એઇટ વન્ડર્સ ગ્રુપના ભરતસિંહ પરમારે જણાવ્યું હતું.

જામનગરે નવો રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં દાવો કરવામાં આવ્યો છે. કે, અગાઉ કેરળમાં 2020 માં 9 ફૂટની માર્કર પેન બનાવવામાં આવી હતી. જ્યારે જામનગરમાં આ વર્ષે ગણેશ ઉત્સવના ઉજવણી દરમિયાન સાક્ષરતા દિવસ નિમિત્તે તા. 8 સપ્ટેમ્બર, 2022ના ગુરુવારે કડિયાવાડ, કડિયા બજાર રોડ વિસ્તારમાં શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલમાં 23ફૂટ 2.5ઇંચ ની મહાકાય વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી આ માર્કર પેન દ્વારા ગણપતિ ભગવાનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેરળના જુના રેકોર્ડ ને બ્રેક કરી નવો વિશ્વ વિક્રમ 23ફૂટ 2.5ઇંચ ની માર્કર પેન દ્વારા સાક્ષરતા દિવસે નોંધાવામાં આવી રહ્યો છે.