કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વાલસૂરા SSB કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે. તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું.

આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા મંત્રીનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક સમિતિના સભ્ય મનીષાબેન બાબરિયા, ડેપ્યુટી કમાન્ડર આગામ દયાલ, સબ ઇન્સ્પેકટર રમેશસિંહ જાડેજા, તપોવન વિદ્યાલયના આચાર્ય રોહિત ભણસાલી, શાળા નં.૨૭ના આચાર્ય અલ્પેશભાઈ કટેશિયા, શાળા નં.૫૧ના આચાર્યા સરોજબા જાડેજા, ભાજપ શહેરમંત્રી દયાબેન પરમાર, એએસઆઈ ખારા જેઠાભાઈ, પેરામિલીટરી ફોર્સનો સ્ટાફ તેમજ શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.