જોડિયાના લીંબુડા ગામે શરદપૂર્ણિમાની રાત્રીએ મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા જોડિયા પંથકના લીંબુડા ગામે શરદપૂનમની રાત્રે શ્રી લીંબુડા અંબિકા ગરબી મંડળ દ્વારા વિશેષ નાટકનું આયોજન કરાયું હતું. હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નવા મતદારો અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ખાસ મતદાતાઓને મતદાન માટે પ્રેરણા આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને લીંબુડા ગામમાં ચૂંટણીઓ વખતે મતદાન અવશ્ય કરવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.