જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમ પીલે, જિલ્લા મંત્રી ધર્મેશ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, બજરંગ દળ જિલ્લા સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસંયોજક ભૈરવ ચાંદ્રા, સહિતના વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળની જિલ્લા ટીમ અને પ્રખંડ ટીમના કાર્યકર્તાઓ એ સંકટ સમયે સેવાકાર્યમાં જોડાઈ ગરીબ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. અને આપત્તિના સમયે પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અગ્રણી કાર્યકરો “વસુદેવ કુટુંબકમ” ની ભાવના સાથે સેવા કાર્યમાં ખંભે-ખંભો મિલાવી સહભાગી થયા હતા.