Jio 5G દશેરાથી શરુ, જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ 5G સેવાઓ આ શહેરોમાં મળશે

જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ : 

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં ટ્રુ-5G સેવાઓના સફળ પ્રદર્શન બાદ જિયો તેની ટ્રુ5જી સેવાઓની બીટા ટ્રાયલ દશેરાના શુભ અવસરે શરૂ કરવાની જાહેરાત કરી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી એમ ચાર શહેરોમાં જિયોના ગ્રાહકો માટે આ શરૂઆત કરવામાં આવી રહી છે. જેમ દશેરાનો તહેવાર અવરોધો પર વિજયનું પ્રતીક છે તે જ રીતે 2G જેવી જૂની ટેક્નોલોજીને કારણે ગ્રાહકો જે અવરોધોનો સામનો કરે છે તેના પર વિજય મેળવવાનો આ અવસર છે, એ જ રીતે જે રીતે બુદ્ધિ અને ચાતુર્ય સાથે જિયો ટ્રૂ 5G ઉપયોગકર્તાને વિજય મેળવવા માટે સાચા અર્થમાં સક્ષમ બનાવશે.

આ મહાનગરોમાં જિયોનું True-5G નેટવર્ક તૈયાર થઈ રહ્યું હોવાથી જિયોની વેલકમ ઑફર અંતર્ગત આમંત્રિત ગ્રાહકો True-5G સેવાઓનો અજમાયશી ઉપયોગ કરી શકશે અને સર્વિસ એન્ડ યુઝર એક્સપિરિયન્સ ફીડબેક આપશે. કસ્ટરમર-ઓબ્સેસ્ડ સંસ્થા હોવાને કારણે જિયો શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ આપવામાં માને છે જે ગ્રાહકના પ્રતિસાદ દ્વારા જ મજબૂત બને છે.

જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ એડવાન્સ 5G સેવાઓ હશે

દશેરાના પાવન પર્વે દિલ્હી, મુંબઈ, કોલકતા અને વારાણસીમાં બીટા ટ્રાયલ સેવાઓ શરૂ થશે

  • જિયો ટ્રૂ 5G વેલકમ ઓફર બાય ઇન્વિટેશન:
  •   દિલ્હી, મુંબઈ, કોલકતા અને વારાણસીમાં જિયો યુઝર્સ માટે
  •   યુઝર્સને 1 જીબીપીએસથી વધુ સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે

425 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે 5G સાથે જિયોનું મિશન ડિજિટલ સોસાયટીમાં ભારતના પરિવર્તનને ઝડપી બનાવવાનું છે. આ કનેક્ટિવિટી અને ટેક્નોલોજી જીવનને બહેતર બનાવીને અને આજીવિકામાં વધારો કરીને માનવતાની સેવા કરવામાં મદદ કરશે.

જિયોનું ટ્રૂ5G “We Care”ના સિદ્ધાંત પર બનેલું છે અને તે શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, કૌશલ્ય વિકાસ, નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો, IoT, સ્માર્ટ હોમ્સ અને ગેમિંગમાં પરિવર્તનકારી ફેરફારો લાવશે અને આ ફેરફારો 1.4 અબજ ભારતીયો સુધી પહોંચશે.

જિયો ટ્રૂ 5G સુપિરિયોરિટી: જિયો ટ્રૂ 5G પાસે રહેલી ત્રણ ગણી ખાસિયતો આ મુજબ છે:

  1. સ્ટેન્ડઅલોન5G આર્કિટેક્ચર:
  2. 4G નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગરનું એડવાન્સ્ડ5G નેટવર્ક
  3. લો લેટેન્સી, વિશાળ મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન, 5G વોઇસ, એડ્જ કમ્પ્યુટિંગ, અને નેટવર્ક સ્લાઇસિંગ
  4. અન્ય ઓપરેટરો દ્વારા લોંચ કરવામાં આવતા4G-આધારિત નોન-સ્ટેન્ડઅલોન નેટવર્ક્સ કરતાં ઘણું બહેતર છે.
  5. સૌથી મોટું અને શ્રેષ્ઠ મિક્સ સ્પેક્ટ્રમ
  6. 700 MHz, 3500 MHz અને26 GHz બેન્ડમાં5G માટે વાયરલેસ સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને સૌથી યોગ્ય મિશ્રણ, જે જિયો ટ્રૂ 5Gને અન્ય ઑપરેટર્સ કરતાં એક વિશિષ્ટ સ્પર્ધાત્મક લાભ આપે છે.
  7. ડીપ ઇન્ડોર કવરેજ સુનિશ્ચિત કરવા માટે700 MHz લો-બેન્ડ સ્પેક્ટ્રમ ધરાવતો જિયો એકમાત્ર ઓપરેટર છે.
  8. કેરિયર અગ્રેશન
  9. કેરિયર એગ્રિગેશન નામની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ5G ફ્રીક્વન્સીઝને એક મજબૂત “ડેટા હાઇવે” માં એકીકૃત કરવામાં આવે છે.
  10. તે કવરેજ, ક્ષમતા, ગુણવત્તા અને પોસાય તેવા પરિમાણોનું અપ્રતિમ સંયોજન બનાવે છે.

જિયોની ટ્રૂ 5G વેલકમ ઓફર:

  1. Jio ટ્રુ5G વેલકમ ઑફર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં જિયોના ગ્રાહકો માટે બાય ઇન્વિટેશન દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
  2. આ ગ્રાહકોને1Gbps+ સુધીની સ્પીડ સાથે અનલિમિટેડ 5ડેટા મળશે
  3. અન્ય શહેરો માટે બીટા ટ્રાયલ સેવાની જાહેરાત ક્રમશઃ કરવામાં આવશે કારણ કે આ શહેરો તૈયારી ચાલી રહી છે
  4. દરેક ગ્રાહકને શ્રેષ્ઠ કવરેજ અને અનુભવ પૂરો પાડવા માટે શહેરનું નેટવર્ક કવરેજ નોંધપાત્ર રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકોને આ બીટા ટ્રાયલનો લાભ મળવાનું ચાલુ રહેશે.
  5. ઇન્વાઇટેડ’જિયો વેલકમ ઑફર’ ગ્રાહકોને તેમના હાલના જિયો સિમ અથવા 5G હેન્ડસેટને બદલ્યા વગર જિયો ટ્રૂ 5G સેવામાં આપમેળે અપગ્રેડ કરવામાં આવશે.
  6. જિયો તેમના5G હેન્ડસેટને જિયો ટ્રૂ 5G સેવાઓ સાથે એકીકૃત રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે તમામ હેન્ડસેટ બ્રાન્ડ્સ સાથે પણ કામ કરી રહ્યું છે જેથી ગ્રાહકો પાસે પસંદગી માટે 5G ઉપકરણોની સૌથી વ્યાપક શ્રેણી હોય.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ કહ્યું કે, “આપણા વડાપ્રધાને ડિજિટલ ઈન્ડિયાની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા માટે સમગ્ર ભારતમાં 5Gના ઝડપી રોલ-આઉટ માટે સ્પષ્ટ આહવાન કર્યું છે. તેના પ્રતિસાદમાં જિયોએ આપણા વિશાળ દેશ માટે મહત્વાકાંક્ષી અને સૌથી ઝડપી 5G રોલ-આઉટ પ્લાન તૈયાર કર્યો છે.

ભારત ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. જિયો 5G એ સાચા અર્થમાં 5G હશે અને અમે માનીએ છીએ કે ભારતને સાચા અર્થમાં 5G કરતાં ઓછું કશું ન ખપે. જિયો 5G એ વિશ્વનું સૌથી અદ્યતન 5G નેટવર્ક હશે, જે દરેક ભારતીય માટે, ભારતીયો દ્વારા બનાવવામાં આવ્યું છે.

5Gને અપનાવીને જિયો નેશન-ફર્સ્ટ પ્લેટફોર્મ અને સોલ્યુશન્સ બનાવશે જે દરેક ભારતીય માટે વધુ સારું જીવન સક્ષમ બનાવવાના વચન સાથે કૌશલ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ અને આવા ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે.

5G એ વિશેષાધિકાર ધરાવતાં થોડાઘણા લોકો અથવા આપણા સૌથી મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ સેવા રહી શકે નહીં. તે સમગ્ર ભારતમાં દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં અસાધારણ વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ થઈ શકશે.