જામનગરના દૂરંદેશી રાજવી રણજીતસિંહજીની મહામુલી ભેટ સમું સૂર્ય કિરણોથી ચિકિત્સા કરતું ”SOLARIUM” આજે ખંઢેર બન્યું

જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

હાલારના જામનગર નાની શ્રાવણી સાતમના જન્મદિવસ છે.  23 ઓગસ્ટ,2023ના 484મો સ્થાપના દિવસ છે. ત્યારે જામનગરના દૂરંદેશી રાજવી રણજીતસિંહજીની મહામુલી ભેટ સમું સૂર્ય કિરણોથી ચિકિત્સા કરતું ”SOLARIUM” આજે ખંઢેર બન્યું છે. તેના અંગે આવનારી પેઢીને અવગત કરવી ખૂબ જ જરૂરી છે.

સૂર્યના કિરણો દ્વારા વિવિધ રોગોની સારવાર કરવાની પદ્ધતિ અનાદી કાળથી ચાલી આવે છે. જીયારી વિશ્વ માં પશ્ચિમી દેશો ના લોકો માં સૂર્ય ના કિરણો ની હાલે ઘેલછા જાગી છે અને સૂર્ય ના કિરણો ની સારવાર માટે બોલબાલા છે ત્યારે ગુજરાતમાં પ્રાચીન સોલેરિયમ આજે ધૂળ ખાતું પડ્યું છે. રાજ્યની આવી આયુર્વેદિક યુનિવર્સિટી અને હવે WHO નું alternative મેડિસન સેન્ટર જામનગર માં આવે છે છતાં મહામૂલા સોલેરિયમ આજે ધણી વિનાના ઢોરની જેમ ભંગાર હાલતમાં પડિયું છે. હાલ જ્યારે હેરિટેજ – હેરિટેજ ટુરિઝમ કે અલ્ટરનેટિવ મેડીસિન ની વાત કરતા હોઈએ અને થતી હોઈ તો આના પૂર્ણ સ્થાપના માટે એક ઠોસ કે યોગિય પ્રયાસ કરવો જરૂર જણાય છે. આ ધરોહર ની આવનારી પેઢી ને તેનાં ભવ્ય વારસા પ્રત્યે માહિતગાર કરીએ છે.

હાલ બંધ સોલેરિયમ વિશ્વભર માં એકમાત્ર મોજૂદ ઇમારત

અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદી પહેલા જામનગરનું આ સોલેરિયમ બનાવવામાં આવ્યું હતું જેનું ખરું નામ ’શ્રી રણજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલી-રેડિયો ઠેરાપી’ છે, જે સોલેરિયમ ના ટૂંકા નામથી જાણીતું છે. સોલેરિયમ માટે જામ રણજીતસિંહજીએ ખાસ ફ્રેન્ચ આર્કીટેક્ચર ડૉ. જિન સેડમેનને જવાબદારી સોંપી કેમકે તે સમય ની આ ટેકનોલોજી મૂળ ફ્રાન્સ દેશ ની હતી.

સોલેરિયમની ઊંચાઇ 40 ફૂટ છે. પ્લેટફોર્મ ઉપર જે 10 સોલેરિયમ કેબિન બાંધવામાં આવી છે તે જમીનથી ત્રીસ ફૂટ ઊંચા ટાવર પર ગોઠવવામાં આવી છે.

સોલેરિયમનું પ્લેટફોર્મ 114 ફૂટ લાંબું છે જેના પર ટ્રીટમેન્ટ માટે બાંધવામાં આવેલી 13 x 9ની 10 કેબિનને સૂર્યની દિશા પ્રમાણે ફેરવી શકાય છે. સૂર્ય જેમ આકાશમાં ફરે છે તે પ્રમાણે 10-15 મિનિટો ગોઠવવામાં આવે છે અને તેના માટે નિરીક્ષણ રૂમમાં નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે. આમ કુદરતી કિરણોની મદદથી હજારો લોકોએ જેતે સમયે સારવાર મેળવી હતી. નિયમિત રૂપે આમાં સૂર્ય ના કિરણો દ્વારા પોલી – રેડિયો ઠેરપી આપવા માટે ઇ.સ. 1996 સુધી ઉપયોગમાં લેવાતું હતું અને વર્ષ 2003 સુધી આ સોલેરિયમ 360 ડિગ્રી કાર્યરત હતું તેવું માનવું છે.

રાજાશાહીના વખતમાં બંધાયેલું આ સોલેરિયમ એશિયાનું એકમાત્ર સોલેરિયમ હતું, આજે વિશ્વભર માં માત્ર એક છે. જામનગર ના દૂરંદેશી રાજવી, જામસાહેબ રણજીતસિંહજીની મહામુલી ભેટ સમું સૂર્ય ના કિરણોથી ચિકિત્સા કરતુ ”SOLARIUM” આજે ખંડેર બન્યું છે.

આજ રોજ પાંચસો વર્ષ જૂના હાલાર પ્રદેશની રાજ્ધાની એટલે નવાનગર (હાલ નું જામનગર શહેર) જેનો આજે 484મો સ્થાપના દિવસ છે., નવાનગર સ્ટેટના જામનગરમાં રાજાશાહી વખતના અનેક હેરિટેજ સ્ટ્રક્ચર અચંબામાં મૂકી દે તેવા છે. આવા રાજાશાહી વખતના સ્ટ્રક્ચર માનું એક સ્ટ્રક્ચર એટલે સમગ્ર એશિયામાં કાર્યરત એવું એકમાત્ર જામનગરનું રાજાશાહી વખતમાં ઇ.સ.1933માં જામ રણજીતસિંહજી દ્વારા બંધાયેલું સોલેરિયમ લગભગ 100 વર્ષ પુરાણું અને હાલ ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે અને અહિયા હજારો લોકોએ સૂર્યકિરણથી સારવાર મેળવી છે.

સૂર્યના કિરણો દ્વારા વિવિધ રોગોની સારવાર કરવાની પદ્ધતિ અનાદી કાળથી ચાલી આવે છે. જીયારી વિશ્વ માં પશ્ચિમી દેશો ના લોકો માં સૂર્ય ના કિરણો ની હાલે ઘેલછા જાગી છે અને સૂર્ય ના કિરણો ની સારવાર માટે બોલબાલા છે ત્યારે ગુજરાતમાં પ્રાચીન સોલેરિયમ આજે ધૂળ ખાતું પડ્યું છે. રાજ્યની આવી આયુર્વેદિક યુનિવર્સિટી અને હવે WHO નું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટર જામનગર માં આવે છે. છતાં મહામૂલા સોલેરિયમ આજે ધણી વિનાના ઢોરની જેમ ભંગાર હાલતમાં પડ્યું છે. હાલ જ્યારે હેરિટેજ – હેરિટેજ ટુરિઝમ કે પારંપરિક મેડીસિન ની વાત કરતા હોઈએ.. અને થતી હોઈ તો આના પૂર્ણ સ્થાપના માટે એક ઠોસ કે યોગ્ય પ્રયાસ કરવો જરૂર જણાય છે.

આ ધરોહરની આવનારી પેઢી ને તેનાં ભવ્ય વારસા પ્રત્યે માહિતગાર કરીએ છે. હાલ બંધ રહેલા આ સોલેરિયમ જે વિશ્વભર માં એકમાત્ર મોજૂદ ઇમારત છે.

અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદી પહેલા જામનગરનું આ સોલેરિયમ બનાવવામાં આવ્યું હતું જેનું ખરું નામ ’શ્રી રણજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલી-રેડિયો ઠેરાપી’ છે, જે સોલેરિયમ ના ટૂંકા નામ થી જાણીતું છે. સોલેરિયમ માટે જામ રણજીતસિંહજી એ ખાસ ફ્રેન્ચ આર્કીટેક્ચર ડૉ. જિન સેડમેનને જવાબદારી સોંપી કેમકે, તે સમય ની આ ટેકનોલોજી મૂળ ફ્રાન્સ દેશ ની હતી.

રાજાશાહીના વખતમાં બંધાયેલું  સોલેરિયમ એશિયાનું એકમાત્ર સોલેરિયમ હતું, આજે વિશ્વભરમાં માત્ર એક છે

સોલેરીયમનાં નવીનીકરણ કે રેસ્ટોરેશન કરી પુનઃ કાર્યરત કરવા માટે વિવિધ સર્વે પણ થયા હોવાની માહિતી છે. આ માટે આવશ્યક બજેટ ભી મજૂર થયેલ છે. હવે રાજ્ય સરકાર દ્વારા કોઇ વિશેષ ગ્રાન્ટ ફાળવી અત્યાધુનિક ટેકનોલોજીથી વિશ્વનાં એકમાત્ર સોલેરીયમને કાર્યરત કરી શકાય તો જામનગરની ઐતિહાસિક ગરિમાને નવો ઝળહળાટ પ્રાપ્ત થાય. રણમલ તળાવ, ખંભાળીયા ગેઇટ અને ભૂજીયા કોઠાનાં અને ત્રણ દરવાજા ના જિર્ણોદ્ધારનાં પ્રોજેક્ટ પછી સોલેરીયમનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો રજવાડી સ્થાપત્યોને નવજીવન આપી ઇતિહાસની ગૌરવ ગાથાને સુવર્ણ અક્ષરે અંકિત કરવાનો સંકલ્પ સિદ્ધ થાય તેમ કહી શકાય.

જે જામનગરની જનતા માટે તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે એક ગૌરવની વાત છે. જુદા-જુદા દેશના મુલાકાતીઓને ઐતિહાસિક હિતને કારણે સારવારના હેતુ સિવાય પણ મુલાકાતીઓને આકર્ષે છે.

  • – વિજયરાજસિંહ જાડેજા (ગોપાલ દાદા)ની સોશિયલ મીડિયા પોસ્ટમાંથી સાભાર