ભારતીય કોસ્ટગાર્ડે વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી, બે શખ્સોને દબોચી લીધા

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર :

ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદર દરિયાઈ વિસ્તારમાંથી ATS સાથે સંયુક્ત ઓપરેશન દરમિયાન વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે અને બે શખ્સોને દબોચી લીધા છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 28મી એપ્રિલે બપોરે દરિયામાં વધુ એક મોટી એન્ટી-નાર્કો ટ્રાફિકિંગ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સતત બે દિવસ સુધી ચાલેલા ATS સાથેનાં આ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટમાં 2 શખ્સો  173 કિલો ડ્રગ્સ ના ચોથા સાથે ઝડપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ હતી.

ATS ગુજરાતની બાતમીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે ખાનગી અને વ્યૂહાત્મક રીતે જહાજો અને વિમાનોને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા. જેથી શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટ ગાર્ડથી ચોતરફ સર્વેલન્સમાંથી છટકી ન શકે. શંકાસ્પદ બોટની સ્પષ્ટ ઓળખ થયા બાદ તેને તરત જ અટકાવી દેવામાં આવી હતી. તપાસમાં ટૂંક સમયમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ હતી અને 02 ગુનેગારો સાથે ફિશિંગ બોટમાંથી આશરે 173 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. દાણચોરીમાં સંડોવણીની પુષ્ટિ થઈ હતી.ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંડોવાયેલા ક્રૂની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ અંગેના મહત્વના આ ઓપરેશન છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયેલી બારમી ધરપકડ છે.