ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે વોર્ડ નં. 7 માં ₹464.01 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી વિકાસ કાર્યોની વણઝાર યથાવત રહી છે.  તારીખ 05 ફેબ્રુઆરી, 2026ના રોજ વોર્ડ નંબર 7 માં અંદાજે ₹464.01 લાખ ના ખર્ચે સાકાર થનારા કુલ 8 જેટલા વિવિધ વિકાસ કામોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનગરના વોર્ડ નંબર 7માં આવેલા સોહમનગર પાવનડેરી થી ધવલ પ્રોવિઝન સ્ટોર તરફ અને સોહમનગર શેરી નં. 4 સુધી સી.સી. રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાલ હોટલ પાસે, શ્રીજી મોટર સર્વિસથી પ્રગતિ ટેનામેન્ટ સુધી જતા વસંતકુંજ એપાર્ટમેન્ટ સુધી સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.

જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત ખંભાળીયા રોડ પર હોટલ વિશાલ પાસેથી સત્યમ કોલોની અંડર બ્રીજને જોડતી હયાત કેનાલને આર.સી.સી. બોક્સ કેનાલ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ ઓશવાળ ૩ સોસાયટી શેરી નં. ૩ માં કાનાભાઈ ભારવાડીયાના ઘરથી વિજયભાઈ પરમારના ઘર સુધીના સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે સર્વમંગલ સોસાયટીમાં શૈલેષભાઈ પંડયાના ઘરથી પુરોહીત સ્કૂલ તરફ જતા રસ્તા પર આડી-ઉભી શેરીમાં સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

શક્તિ સોસાયટી શેરી નં 2 સહિતની આંતરીક શેરીઓમાં સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે મકવાણા સોસાયટી શેરી નં. 2માં તિરુપતી પાનથી પી.પી. એન્ટરપ્રાઈઝ સુધી સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યાર પછી મકવાણા સોસાયટી શેરી નં. -3 માં ભોજાભાઈના ઘરવાળી શેરીમાં સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ઉપાધ્યક્ષ સંજયભાઈ મુંગરા, મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર, વોર્ડ નાં 7ના કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, લાભુબેન બંધીયા, પ્રભાબેન ગોરેચા તથા શહેર ભાજપ ના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર. 7 ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ અને મહામંત્રી,સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.