અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા વિશ્વ ગ્રાહક જાગૃત દિવસની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહ સચિવ નેહાબેન જોષીનો પ્રવાસ યોજાયો હતો. તેઓએ ગ્રાહક પંચાયતની ટીમ અને અન્ય સંગઠનોની મદદથી ગ્રાહકની જાગૃતિ માટે ગામ-ગામ સુધી જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરેલ છે.

ગ્રાહકો ને ભ્રામક જાહેરાતો થી સાવધાની, લોકલ ફોર વોકલ , પ્રોડક્ટ સસ્તી કરતા ગુણવતા પર ધ્યાન આપવું, પ્રોડક્ટ સાથે મળતી ગેરંટી, વોરંટી ની પૂછતાછ કરવી જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈને લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરમાં એડવોકેટ ગિરિરાજસિંહ જાડેજા ગ્રાહક પંચાયતના સંયોજક તરીકે જવાબદારી સંભાળે છે. જેઓની ઓફિસ કે પી શાહ હાઉસ-2, ધણ શેરી, જામનગરમાં આવેલ છે, તેમનો સંપર્ક મો. 8866628862 છે. ગ્રાહકો ને પડતી તકલીફ અને માર્ગદર્શન માટે તેમનો સંપર્ક કરી શકે છે.

15 માર્ચ ના રોજ જામનગર માં ગ્રાહક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાલય ના 600 વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ વિશે હેમાંશુભાઈ પરમાર દ્વારા માહિતી આપવા આવી હતી. સાથે આ દિવસે ચિત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા તેમજ ગ્રાહક જાગૃતિ વિશે વ્યક્ત્વ વિદ્યાર્થીઓ એ આપ્યું હતું ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓ ને પુસ્તકો ભેટ માં આપવામાં આવ્યા હતા.

આ તકે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રાહક જાગૃતિ ની પત્રિકા પણ આપી જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો.