જામનગરમાં કેન્દ્રીય બજેટ અન્વયે ‘યુવા સંમેલન’ યોજાયું: AI અને રિન્યુએબલ એનર્જી પર અપાઈ જાણકારી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬ના બજેટના પ્રચાર-પ્રસાર અને યુવાઓને બજેટની જોગવાઈઓથી માહિતગાર કરવાના હેતુથી જામનગર શહેર ભાજપ દ્વારા ‘યુવા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ફિઝિયોથેરેપી કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં 9મી વખત નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલું આ કેન્દ્રીય બજેટ આધુનિકરણ અને આત્મનિર્ભર ભારત પર કેન્દ્રિત છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI): ટેકનોલોજી ક્ષેત્રે યુવાનો માટે નવી તકોનું આયોજન છે. રિન્યુએબલ એનર્જીમાં પર્યાવરણની જાળવણી સાથે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા અને યુવા રોજગારી માટે પણ બજેટમાં યુવાઓના કૌશલ્ય વર્ધન માટે કરવામાં આવેલી જોગવાઈઓ કરી છે

આ સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને બજેટની જટિલ વિગતોને યુવાઓ સમક્ષ સરળ રીતે રજૂ કરી હતી. આ પ્રસંગે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, ડે મેયર ક્રિશ્નાબેન સોઢા, સ્ટે. કમિટી, ચેરમેન નિલેશ કગથરા, યુવા મોરચા અધ્યક્ષ સહદેવ ડાભી સહીત યુવા મોરચાના પદાધિકારીઓ, યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, જામનગર શહેર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવાં આવ્યું છે.