ખોડલ જયંતિએ ખોડલધામ જામનગર દ્વારા કૃષિમંત્રી,ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું સન્માન કરાયુ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ખોડીયાર જયંતિ નિમિત્તે જામનગરમાં ખોડલધામ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરમાં ચૂંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ખોડલધામ કાર્યાલય પાછળ ના ખુલ્લા પ્લોટ યોજાયેલા સન્માન સમારોહમાં ખોડીયાર માતાજીની જન્મજયંતિ એ કૃષિ મંત્રી ઉપરાંત ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ જામનગરમાં વિવિધ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.