જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોના મૃતદેહના ખુલ્લામાં ઢગલા કરી દેવાતા કોંગ્રેસ આક્રમક

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ઠેબા ચોકડી પાસે ગૌવંશના મૃતદેહો લંપી રોગના કારણે મૃત્યુ પામ્યા બાદ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના દ્રશ્યો કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા મુલાકાત લઇ રજૂ કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક લંપી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહો ના ખડકલા દર્શાવી તંત્ર સામે સવાલો ઊભા કરાયા છે.

જામનગરમાં લમ્પી રોગથી દિવસે ને દિવસે ગાયોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે નિકાલની યોગ્ય કાયદા અનુસાર વ્યવસ્થા નથી કરવામાં આવતી જેને લઇને કોંગ્રેસ આ મુદ્દે આવનારા સમયમાં ભાજપ અને કોર્પોરેશનના પદાધિકારી સામે લડી લેવાના મૂળમાં છે અને ચીમકી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ગૌ માતાના સન્માન જનક અંતિમ વિધિ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ભાજપના હોદ્દેદારોના ઘર સામે કોંગ્રેસ ના જામનગર શહેરના પ્રમુખ દિગુભાના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવશે.