ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :
યાત્રાધામ દ્વારકા ખાતે તા.27/01/2026 ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે મંદિરના પૂજારી નેતાજી નિર્ભયરામ પૂજારી ની પ્રેરણાથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મંદિરે આવનાર યાત્રિકોની સુવિધા માટે 5 (પાંચ) ઇ રીક્ષાનું દાન આપવામાં આવ્યું છે.
આ 5 ઈ રિક્ષા આજે દ્વારકાધીશ જગત મંદિરના દ્વારે આવી પહોંચી હતી. આ વેળાએ શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા અદાણી ફાઉન્ડેશન તથા પ્રેરણાસ્ત્રોત પૂજારી નેતાજી નિર્ભયરામ પુજારીનો આભાર વ્યક્ત કર્યો હતો.
