જામનગર કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ હતી. મોટર વાહન અને અન્ય વાહનો દ્વારા થતા માર્ગ અકસ્માતો નિવારવા માટે ક્યા- ક્યા પ્રકારના પગલાં લઈ શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ […]

Continue Reading

ગુજરાતમાં પડેલ માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર, અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપશે : પ્રવક્તા મંત્રી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. , સોશિયલ મીડિયા અને રેડિયો જેવા માધ્યમો દ્વારા ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં, દેશભરમાં આ કાર્યક્રમનો 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના અન્વયે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વિધાર્થીઓએ […]

Continue Reading

જામનગરમાં વિશ્વ પશુ ચિકિત્સક દીવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વિશ્વ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર 1962 ટીમ અને પશુ દવાખાનાની ટીમ દ્વારા જિલ્લા દરેક તાલુકામાં પશુ દવાખાનામાં પશુઓનું વકસીનેશન તેમજ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા ડૉ. અનિલ વિરાણી, કેશવ જીવાણી અને તેની ટીમ, 1962ના પ્રોજેક્ટ કોડીનેટર […]

Continue Reading

ચોરવાડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2.75 કરોડના ખર્ચે સુવિધાયુક્ત એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કુલનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેની એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને શાળા વ્યવસ્થાપન સમિતીને સુપ્રત કરવામાં આવી હતી. રિલાયન્સના ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં આ શાળાના જૂના મકાનનું નવીનીકરણ કરીને અદ્યતન સંશાધનોથી તથા ફર્નિચરથી સજ્જ બનાવવામાં આવી છે અને કન્યાકેળવણીની દિશામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. […]

Continue Reading

જામનગરના ‘આત્મા પ્રોજેક્ટ ગ્રુપ’ ના સદસ્યોએ ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની સફરને ગત તા. 30 એપ્રિલના રોજ 100 મહિના પૂર્ણ થયા હતા. એક પણ ગેરહાજરી વગર પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ સંવાદના માધ્યમથી વડાપ્રધાનએ સમગ્ર દેશવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાનમન કી બાત દ્વારા લોકો સમક્ષ દેશના જુદા- જુદા […]

Continue Reading

જામનગરમાં ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ હતી. આ નિઃશુલ્ક શિબિરમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, અંત્યોદય યોજના, બાગાયત વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે કાર્યરત […]

Continue Reading

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ […]

Continue Reading

જામનગરના ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ, પિતા-પુત્ર પર છરી વડે આ કારણોસર થયો હુમલો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ફલ્લામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે પિતા પુત્ર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગ્રામીણ બેંક પાસે નાસભાગ મચી ગઈ હતી. જામનગર રાજકોટ રોડ ઉપર આવેલા ફલ્લા ગામે ધવલ શાંતિલાલ પટેલ નામના યુવકે છરી વડે હુમલો કર્યો હતો. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધવલ ફરજ બજાવતો […]

Continue Reading