વતનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત, ગાંધીનગરમાં આગમન…

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. આ પ્રસંગે એરપોર્ટ પર ગરવા ગુજરાતી વડાપ્રધાન મોદી નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના ગાંધીનગર ખાતે આવાસના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. જેમના વરદ હસ્તે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સરકારી આવાસની ચાવી અર્પણ કરવામાં આવશે.