જામનગરમાં ભુતપુર્વ વિદ્યાથી રી–યુનીયન ગ્રુપે ભુતપુર્વ શિક્ષકોનું સન્માન કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગરમાં 3 જુલાઈ, 2022ના રવિવારે સવારે મ્યુનીસીપલ સ્કૂલ તેમજ ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના ભુતપુર્વ વિદ્યાથી રી – યુનીયન ગ્રુપ દ્વારા પોતાના ભુતપુર્વ શિક્ષકોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહને માન આપીને પધારેલ શિક્ષકો કટારમલ, વિઠ્ઠલાણી‚ ભીખુભા ઝાલા, વેજલાણી, વિનોદીનીબેન , કનકબેન , ખુબ જ ભાવવિભોર થયેલ અને ઉત્સાહિત થયા હતા.આ તકે પૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ફુલહારથી અને શાલ ઓઠાડી સન્માન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરનાર વિદ્યાર્થી પૈકી કશ્યયભાઈ મહેતા , હેમતભાઈ પાઠક , રાજભાઈ પરમાર , વિપુલભાઈ મહેતા , ભરતભાઈ કોટેચા , ધિરેનભાઈ ત્રિવેદી , ભરતભાઈ વ્યાસ , ધીરજભાઈ પટેલ , ચંદ્રેશભાઈ પારેખ , ઝવેરીભાઈ એ જહેમત ઉઠાવી હતી. તો ગ્રુપ સંચાલન નિતિનભાઈ ગજજરે કર્યું હતું. આ કાર્યક્રમને ખુબ જ સફળતાપૂર્વક યાદગાર બનવવા બદલ સર્વે લોકોનો આયોજકોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *