જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, પરંતુ બે દિવસ વરસાદ માટે રહેજો તૈયાર…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગર જિલ્લામાં આગામી 9 અને 10 જુલાઈના રેડ એલર્ટ અપાયું હતું. ત્યારે તાજેતરમાં જ મોસમ વિભાગની નવી આવેલી આગાહીને પગલે રેડ હાલ પૂરતું હટાવાયું હોવાનું નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા એ જણાવ્યું છે. પરંતુ આગામી બે દિવસ જામનગર શહેર અને જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

જામનગર પંથકમાં હાલ ગ્રીન એલર્ટ અને યલો એલર્ટ વરસાદને લઈને સિસ્ટમને આધારે જાહેર કરાયું છે. આગામી 9 અને 10 જુલાઈના રોજ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને લઈને હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જેના માટે તંત્ર સાથે સહજ હોવાનું અધિક કલેક્ટર મિતેશ પંડ્યા એ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું છે.

આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગરમાં પણ આજે સાંજ સુધીમાં આગમચેતીના પગલાં લેવા માટે કોઈ વિકટ પરિસ્થિતિ થાય તો એનડીઆરએફ ની ટીમ પણ આવી પહોંચશે અને સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર છે.

જામનગરમાં આગામી બે દિવસ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે તેને પગલે શહેરીજનોને પણ જામનગરના કલેકટર તંત્ર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *