યુ.કે.ની રોયલ મેલ કંપનીના એક લાખથી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા, આવું છે કારણ…

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે. :

યુકે દેશમાં આવેલી પોસ્ટ સેવા પૂરી પાડતી સરકારી રોયલ મેલ કંપની ના કર્મચારીઓ આજે સવારથી પગાર અંગે અને સમયના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. યુનાઇટેડ કિંગડન્ટમાં ખૂબ મોટી મનાતી આ કંપનીના કર્મચારીઓ એકાએક હડતાલ ઉપર ઉતરી પોતાના પ્રશ્નોને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

યુનાઇટેડ કિંગડન્ટ (યુ.કે.)માં આવેલી બીજા ક્રમની પોસ્ટ સેવા સાથે સંકળાયેલી સરકારી “રોયલ મેલ” કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના માત્ર બે ટકા પગાર વધારો કરાયો છે. પરંતુ મોંઘવારી અનેકગણી વધી ગઈ છે ત્યારે માત્ર બે ટકા પગાર વધારાને લઈને એક લાખથી વધુ કર્મચારીઓ આગ બબુલા થયા છે અને અંતે એક દિવસની વીજળી હડતાળ પાડી છે.

આજે નોર્થ લંડન સહિત સમગ્ર યુકેમાં કર્મચારીઓ હાથમાં બેનર સાથે વધી રહેલી મોંઘવારી અને સમયના ફેરફારને લઈને વિરોધ સાથે પગાર વધારો કરાય તેવી માગણી સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા.

આ હડતાલ બાદ આવનારા બુધવારે કોઈપણ નિરાકરણ નહીં આવે તો આક્રમકતા સાથે વધુ એક વાર હડતાલ પાડવામાં આવશે તેવું પણ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓમાંથી જાણવા મળી રહ્યું છે.