મુન્દ્રા બંદર નજીક દરિયા કિનારે વહાણ સળગ્યું…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, માંડવી :

મુન્દ્રા બંદર નજીક માંડવીના ફેજાને મોહમ્મદ વહાણમાં આગજની ની ઘટના સામે આવી છે. મધ દરિયે અચાનક જ 1500ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા વહાણ સળગતા દેકારો મચી ગયો હતો. જો કે, તાત્કાલિક જ આ અંગેની જાણ થતા જ બચાવ ટુકડીઓ પહોંચી હતી અને હાથ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. વહાણમાં લાગેલી ભીષણ આગને લઈને આકાશમાં ધુવાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

મુન્દ્રા બંદરે માંડવીના અલી અબુ સોઢા નામના વહાણવટીનું ફેઝાને મોહમ્મદ વહાણ અચાનક જ સળગ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ આગ કયા કારણોસર લાગી છે. અને કેટલું નુકસાન છે ? તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

તસવીર : જુનેદ થૈમ