જામનગરમાં રોડ ઉપર રમતા યુવક-યુવતીઓનો વિડીયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરી

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર ના બેડીબંદર રોડ ઉપર જાહેરમાં રસ્તા ઉપર ગરબે રમનાર નવ લોકોના વિડીયો વાયરલ થતા જામનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રિલ્સ બનાવી રાતોરાત ચમકી જનાર કેટલાય લોકો હવે ઘેલછા ભરીયા વિડીયો બનાવવા અવનવા કરતબો કરતા હોય છે. પરંતુ ક્યારેક આવા કરતબો ભારે પણ પડતા હોય છે.

તાજેતરમાં જ રાજ્યમાં અનેક સ્થળોએ રસ્તા ઉપર રિલ્સ બનાવતા લોકો અને કારણે અકસ્માતની ઘટનાઓ વધી છે ત્યારે પોલીસ પણ હાલ આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

જામનગરના બેડી બંદર રોડ ઉપર વરસાદી વાતાવરણમાં હિન્દી ગીત ઉપર નવ યુવક યુવતીઓ ગરબે ઘૂમી રહ્યા હતા ત્યારે આ વિડીયો છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો જેને લઈને જામનગરના એસપી પ્રેમસુખ ડેલૂ દ્વારા કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

જામનગરના બેડીબંદર ખાતે આવેલ બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા રાસ રસિયા ગરબા ક્લાસીસ ના સંચાલક અને કોરિયોગ્રાફર ની અટકાયત કરી વિધિવત કાયદાનું ભાન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.