જામનગર જિલ્લા કલેકટર કચેરીએ અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક મળી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાંં વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા થયેલા ખર્ચની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓછો ખર્ચ થયેલા કચેરીના અધિકારીઓને પછીની ત્રિમાસિક બેઠક સુધીમાં ખર્ચ થઈ જાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ઉક્ત બેઠકમાં, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અન્ય પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ડૉ. ઘનશ્યામ વાઘેલા, ડી.આર.ડી.એ. નિયામક ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુ બીનલ સુથાર, નાયબ બાગાયત નિયામક તેમજ અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.