જામનગર મહાનગરપાલિકા દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા તથા મેરી માટી મેરા દેશ થીમ આધારિત શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પટેલ કોલોની મોમાઈ ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને ગુજરાત યોગ બોર્ડના ટ્રેનરોનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટનો દિવસ એ આપણા સૌ માટે સ્વાતંત્ર દિન ની ઉજવણી મહત્વપૂર્ણ બની રહી છે સાથોસાથ આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું પણ આ વર્ષે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળ દેશના ઇતિહાસમાં અનેક શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. આવનારી પેઢીને મહામૂલી આઝાદીનું ગૌરવ મહત્વપૂર્ણ રીતે સમજાવવું પડશે. આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહીદ થયેલા વીર ભગતસિંહજી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ સહિતના વીર શહીદોની સહાદતને હું સલામ કરું છું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના આ સ્વાતંત્ર પર્વ નિમિત્તે મહાનગરની વિકાસયાત્રાની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય પણ સૌના સાથ અને સૌના વિકાસ થી અગ્રીમ હરોળનું મહાનગર બની રહ્યું છે. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે ફ્લાય ઓવર બ્રિજ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી સાત રસ્તા સર્કલ સુધીનો ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરની આગવી ઓળખ સમા ભુજીયા કોઠાનું કન્ઝર્વેશન અને રેસ્ટોરેશન કરાવવાનું કાર્ય પણ હાલ પૂર્ણતાના આરે છે. રણમલ તળાવના પ્રવેશ દ્વાર પાસે બાલકાનજી બારી વાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. તેમજ સુભાષ બ્રિજ થી ગુલાબ નગર સુધીના માર્ગને રૂપિયા 1.85 કરોડના ખર્ચે રી કાર્પેટ કરવાની કામગીરી પણ હાથ ધરાય છે.

આ ઉપરાંત રાધિકા સ્કૂલથી હાપા માર્કેટિંગ યાર્ડ સુધીનો હયાત રોડ ને ₹4.92 કરોડના ખર્ચે આસફાલટ ની કામગીરી તેમજ સમર્પણ સર્કલ થી વુલન મિલ નંદ નિકેતન સ્કૂલ થઈ બેડી જંકશન સુધીના મેટલ રોડ પર આસફાલટ ની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય તેમ જ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અન્નપૂર્ણા જકશન થી હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રૂપિયા 10 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથે યુસીએસસી સેન્ટર બનવાનું કામ પણ પ્રગતિ હેઠળ હોય આ તકે દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ₹30-30 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. લાલપુર રોડ પર માધવબાગ એક આવાસ પાસે અંદાજે 13 કરોડના ખર્ચે યુસીએચસી સેન્ટર બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલુ છે તેમજ જામનગરમાં ગૌરવ પથ પર નવી કોર્ટ સામેના સર્કલ પાસે વીર મહારાણા પ્રતાપ ની અશ્વ સાથેની પ્રતિમા રૂપિયા 36.34 લાખના ખર્ચે મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ઘર વિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓ પ્રગતિ હેઠળ છે

વોટર વર્કસ શાખા હસ્તક રણજીત સાગર ડેમથી પંપ હાઉસ સુધી ફિલ્ટર પ્લાન્ટ ની 1000 એમ.એમ ડાયાની પાઇપલાઇન ના કામો પણ હાલ પ્રગતિ હેઠળ છે તેમજ શહેરમાં નવા ભણેલા વિસ્તારો તેમજ નગર વિસ્તારોમાં પણ નળ થી જળ યોજના અન્વયે 61 કરોડના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે.

જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીના પ્રસંગિક પ્રવચન બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વંદે માતરમ ગીત, તેમજ માત ભવાની રાસ, દેશ રંગીલા, નન્ના મુન્ના રાહી , હું ફ્યુઝન ગીત વગેરે ગીતો પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. તમામ બાળકોને ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ ઉપસ્થિત માનવંતા મહેમાનો દ્વારા પ્રોત્સાહક પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર તેમજ શ્રેષ્ઠ ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, જામનગર જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતાબેન મહેતા , જામનગર મહાનગરપાલિકાના યોગ પ્રમોટર રાજેબેન પટેલ , યોગકોચ નીરજ શુક્લા ,તેજલ વડનગર, યોગ ટ્રેનર વિશાખાબેન શુક્લા, પુષ્પાબેન આહીર, નીતાબેન ડાંગરિયા , અંજુબેન દુલાણી નું સ્વાતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માન પત્ર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું જેમાં ડાભી પ્રીતિબેન, પરમાર નયનાબેન, જાડેજા સ્મિતાબા ,મકવાણા ઉર્વીબેન ,શીતલબેન ચાવડા, સવિતાબેન શેઠ, વૈશાલીબેન સોલંકી , ચંદ્રકાંતભાઈ સોલંકી નું પણ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી , ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી , રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર ડી. એન. મોદી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા , દંડક કેતનભાઇ ગોસરાણી , સાંસ્કૃતિક સમિતિના ચેર પર્સન હર્ષાબા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ અને આ વિસ્તારના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ , પન્નાબેન કટારીયા, નિલેશભાઈ કગથરા , જયેન્દ્રસિંહ ઝાલા , મુકેશભાઈ માતંગ, પરાગભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા , અલકાબા જાડેજા, ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ , સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ , હર્ષાબા જાડેજા , અમિતાબેન બંધીયા, શોભનાબેન પઠાણ , ધીરેનભાઈ મોનાણી, આશિષભાઈ જોશી, સહિતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો બાળકો જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ – નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો સંચાલન બિમલભાઈ ઓઝાએ કર્યું હતું.