જામનગરમાં સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ જામનગર જિલ્લા આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સિકંદરાબાદમાં સ્થિત ‘નેશનલ ઈન્સ્ટિયૂટ ફોર ઘી એમપાવરમેન્ટ ઓફ ઘી પર્સન વિથ ઈન્ટેલૅક્યુચલ ડિસેબિલિટી’ ના સહયોગથી A.D.I.P. સ્કીમ હેઠળ બાળકો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં 36 જેટલા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકોને TLM કીટનું (બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકો માટેના સાધનોની કીટ) વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્ર્મમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એન.પાલાએ ભવિષ્યમાં આવા વિશિષ્ટ બાળકો માટે મહત્તમ રીતે સાધન સહાય કેમ્પનું આયોજન થાય અને વધુમાં વધુ બાળકો તેનો લાભ મેળવી શકે તેવું આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોને આ કિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર હેમાંગીબેન દવે, ફેકલ્ટી ઇન સ્પેશિયલ એજ્યુકેશન ડૉ. વસીમ અહમદ, સમગ્ર આઈ.ઈ.ઈ.ડી યુનિટના સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.