કાલાવડમાં ભાજપ સામે ક્ષત્રિયોએ વિરોધ વ્યક્ત કરતા લોકોની પોલીસે અટકાયત કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

રાજપૂત સમાજના ઠેર ઠેર ભાજપ સામેના વિરોધના ભણકારા જામનગર જિલ્લામાં પણ વાગવા લાગ્યા છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં પ્રચાર પ્રસાર દરમ્યાન ભાજપના ઉમેદવારનો ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.

જામનગર જિલ્લામાં આવેલ કાલાવડ તાલુકા મથકે 26 એપ્રિલના શુક્રવારે રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનોની ભાજપ સામે રોષ ની આગ ભભૂકી ઉઠી હતી. અને જામનગર લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવારના પ્રચાર પ્રસાર દરમિયાન જ જય ભવાની ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન થતા પોલીસ પણ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી.