જામનગરમાં પ્રસંગ દરમિયાન કેટરીંગમાં આવેલ સગીર માલવાહક લિફ્ટમાં ફસાતા મોતને ભેટ્યો..

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સગીર લીફ્ટમાં ફસાઈ જતા મોત નિપજયાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડીમાં પ્રસંગ દરમિયાન માલવાહક લિફ્ટમાં કેટરર્સ નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સગીર બાળક લિફ્ટ માં ફસાઈ જતા મોતને ભેટ્યો છે.

જામનગરમાં આવેલ રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજની વાડી ખાતે ચાલી રહેલા પ્રસંગમાં કેટલીકનું કામ ચાલી રહ્યું હતું તેવા સમયે તોશિફ મકવાણા નામનો સગીર માલસામાનની લિફ્ટમાં ફસાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહા મહેનતે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સગીરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.