જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

જાણવા જેવું દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ જામસાહેબ ને અચૂક મળતા હોય છે. ત્યારે જામનગરના ચૂંટણી પ્રવાસ દરમ્યાન ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે સભામાં આવતા પહેલા જામસાહેબ શત્રુશલ્યજીને રૂબરૂ મળી ખબર અંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીને રાજવી દ્વારા ખાસ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત – સન્માન કર્યું હતું.

આ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સભામાં પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પાઘડી અર્પણ કરવામાં આવી તેને માથે ચડાવી રાજવી પરિવાર દ્વારા અપાયેલ પાઘડી જ પહેરી રાખી હતી. અને આ અંગે ખૂબ પી.એમ. મોદીએ પણ કહ્યું હતું કે,હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી જ ન રહે. જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે. ભુપેન્દ્ર ભાઈ પાઘડી પહેરાવતા હતા ત્યારે મે કહ્યુ , મે પહેરેલી પાઘડી ઉતારાઈ તેમ નથી. અને આ મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ પીએમ મોદીના શોશ્યલ હેન્ડલ પર શેર કર્યા હતા.