ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ૫૮.૧૪%, જામનગર જિલ્લા પંચાયતમાં ૬૨.૧૭%, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ૭૭.૪૮% મતદાન નોંધાયું
જામનગર તા.૨૭ એપ્રિલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતગર્ત જામનગર જિલ્લામાં તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮.૧૪% મતદાન
જેમાંથી વોર્ડ નં ૧નું ૭૫.૯૩%, વોર્ડ નં ૨નું ૬૧.૬૦%, વોર્ડ નં.૩નું ૪૮.૧૩%, વોર્ડ નં.૪નું ૫૯.૮૪%, વોર્ડ નં.૫નું ૪૫.૮૯%, વોર્ડ નં.૬નું ૫૩.૦૮%, વોર્ડ નં.૭નું ૪૮.૮૫%, વોર્ડ નં.૮નું ૪૬.૧૩%, વોર્ડ નં.૯નું ૫૬.૧૦%, વોર્ડ નં.૧૦નું ૫૯.૭૬%, વોર્ડ નં.૧૧નું ૫૬.૨૧%, વોર્ડ નં.૧૨નું ૭૨.૯૩%, વોર્ડ નં.૧૩નું ૬૩.૪૩%, વોર્ડ નં.૧૪નું ૫૨.૩૦%, વોર્ડ નં.૧૫નું ૫૮.૨૪%, વોર્ડ નં.૧૬માં ૬૧.૬૨% મતદાન નોંધાયું છે.
સિક્કા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૭૭.૪૮% મતદાન
વોર્ડ નં ૧નું ૮૧.૫૩%, વોર્ડ નં ૨નું ૮૬.૦૨%, વોર્ડ નં.૩નું ૮૨.૧૧%, વોર્ડ નં.૪નું ૭૪.૨૮%, વોર્ડ નં.૫નું ૭૬.૮૮%, વોર્ડ નં.૬નું ૭૧.૪૫%, વોર્ડ નં.૭નું ૬૭.૬૧% મતદાન નોંધાયું છે.
જામનગર જિલ્લા પંચાયતમાં કુલ ૬૨.૧૭% મતદાન
જામનગર તાલુકા પંચાયતમાં ૫૯.૬૮%, ધ્રોલ તાલુકા પંચાયતમાં ૬૩.૨૭%, કાલાવડ તાલુકા પંચાયતમાં ૫૭.૯૧%, જોડિયા તાલુકા પંચાયતમાં ૫૯.૨૭%, જામજોધપુર તાલુકા પંચાયતમાં ૬૩.૮૮%, લાલપુર તાલુકા પંચાયતમાં ૬૯.૭૮% મતદાન નોંધાયું છે.
