ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર :
અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે.
ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ જાન નહીં થઈ નથી ખાનગી બસમાં આગ લાગતા હાઇવે ઉપર બંને બાજુ ટ્રાફિકજામ થયો અને લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.
ખાનગી લક્ઝરીમાં બસ માં આગ લાગવાનું કારણ અકબંધ છે. પરંતુ પ્રાથમિક તપાસમાં વધુ ગરમીની લીધે શોર્ટ સર્કિટ થયો હોય અને આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
