ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં તાજીયાના જુલુસમાં માનવમેહરામણ ઉમટીયું ગઈકાલે અસુરા નિમિત્તે નારા સાથે જામનગરના રાજાશાહી વખતના દરબારગઢ અને તેના આસપાસના વિસ્તારમાં વિવિધ કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા.
રોશની થી ઝગમગાટ કરતા આ તાજીયાને નિહાળવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનો આકાશી નજારો સામે આવ્યો છે.
ખાસ જામનગર પોલીસે પણ તાજીયાના તહેવારને લઈને ડ્રોન તેમજ વિવિધ સર્વિલન્સ મારફતે સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી હતી. તો આ તકે ખાસ રાજકોટ રેન્જ આઈ જી નિલિપ્ત રાય પણ આવી પહોંચ્યા હતા અને જામનગરમાં તાજીયાના જુલુસ દરમિયાન જાત નિરીક્ષણ કર્યું હતું.
