રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ જામનગરમાં આગમન : એરપોર્ટ પર સ્વાગત કરાયું

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ખાટલા પરિષદ, યોગાસન, પ્રાકૃતિક ફાર્મની મુલાકાત, કૃષિ સંવાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજ્યપાલના આગમન સમયે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રાજ્યપાલને આવકાર્યા હતા.