જામનગર જિલ્લામાં રેડ એલર્ટને લઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રીબ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રીએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી […]

Continue Reading

જામનગરનો બીજો ડેમ ઓવરફ્લો, ઊંડ-4 ડેમનો આહલાદક નઝારો સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગરના કાલાવડ પંથકના આવેલો ઊંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી પડી રહેલા વરસાદને પગલે ઉપરથી પણ ભારે જળ સપાટી ડેમ સુધી પહોંચતા ડેમમાં નવા નિર આવ્યા છે અને સમગ્ર ડેમ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ડેમથી નીચે પાણી જઈ રહ્યું છે જેનો આહલાદક નજારો જોઈ શકાય છે. જામનગર […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શકયતા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 અને 13 જુલાઈના સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ત્યારે ગુરુપૂર્ણિમા પહેલા જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈ ના […]

Continue Reading

જન્મદિવસની સેવામય ઉજવણીઃ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 10570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. નરેશભાઈ પટેલે જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી […]

Continue Reading

ગુજરાતમાં ભાજપની ચિંતન શિબિરમાં ટેબલ પર તાલ માલને તાસીરો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત : ગુજરાતમાં પણ રાજકીય પાર્ટીઓ હવે કોર્પોરેટ કલ્ચર ના રંગે રંગાઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં દેશદાઝને લઈને જમીન ઉપર વિવિધ મોરચે લડતી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા જ મદ મસ્ત થઈ હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સુરત ખાતે તાજેતરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબિરના ઉપસ્થિત ભાજપના […]

Continue Reading

પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગની દેશ કક્ષાએ નામના વધી છે. “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨” માં “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ ગુજરાત રાજ્યે દિલ્હી ખાતેના સમારોહમાં મેળવ્યો છે. તા. ૬-૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ નવી દિલ્લી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે […]

Continue Reading

જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સરકારી ફિઝીયોથેરાપી કોલેજ ખાતે રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ માટેનો કેમ્પ યોજાયો. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓના બ્લ્ડ ટેસ્ટ દ્રારા તેમને થેલેસેમીયા છે કે કેમ? એ માટે નો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રેડ ક્રોસના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, થેલેસેમીયાના ઇન્ચાર્જ દિપાબેન સોની ઉપરાંત નિરંજનાબેન વિઠલાણી, કીરીટભાઇ શાહ, ભાર્ગવભાઈ […]

Continue Reading

વલસાડની અંબિકા નદીના કિનારેથી પૂરમાં ફસાયેલા 16 લોકોને કોસ્ટ ગાર્ડે એરલીફ્ટ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વરસાદી તારાજીને લઈને અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોસ્ટ ગાર્ડ ની મદદથી પૂર આવેલા વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને વલસાડ કલેકટર દ્વારા પરિસ્થિતિને લઈને જાણ કરાતા વલસાડ નજીક અંબિકા નદીના કિનારે કેટલાક […]

Continue Reading

પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી, લાભર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સાતમા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે આવી પહોંચ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીને ફોન કરી ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત  વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading