ગુજરાતમાં ભાજપની ચિંતન શિબિરમાં ટેબલ પર તાલ માલને તાસીરો…

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત :

ગુજરાતમાં પણ રાજકીય પાર્ટીઓ હવે કોર્પોરેટ કલ્ચર ના રંગે રંગાઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં દેશદાઝને લઈને જમીન ઉપર વિવિધ મોરચે લડતી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા જ મદ મસ્ત થઈ હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સુરત ખાતે તાજેતરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબિરના ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોના ટેબલ પર ડ્રાયફ્રુટ અને જ્યુસ ની મિજબાની પીરસી હોય તે દ્રશ્યોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સુરતમાં બે દિવસીય ભાજપની ચિંતન શિબિર આગામી ચૂંટણીને લઈને મનોમંથન કરવા મળેલી હતી. વધુ બેઠકો કબજે કેમ કરવો તે માટે દરેક જિલ્લાઓમાંથી હોદ્દેદારોને બોલાવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં સૌની નજર ચિંતન શિબિરમાં આવેલા નેતાઓના ટેબલ ઉપર ચોક્કસ ખેંચે તેવી હતી. બે દિવસની બેઠક હોય અને તેમાં જમવાની અને જીવન જરૂરી સવલતો ચોક્કસ આપવી જોઈએ પરંતુ કોર્પોરેટ કલ્ચરની જેમ ભાજપના ચિંતન શિબિરના દરેક હોદ્દેદારના બેઠક વ્યવસ્થાની સામે ટેબલ ઉપર જાણે ભાત ભાતના ભોજન પીરસ્યા હોય તેમ ડ્રાયફ્રુટ અને જ્યુસ ની બોટલો રાખવામાં આવી હતી. ત્યારે લોકો કહી રહ્યા છે કે કોના બાપની દિવાળી..?

સત્તામાં આવ્યા બાદ ભૂતકાળના ભૂખના દિવસો ભૂલી ભાજપ તાન માન ને તાસિરો કરી રહી છે. ત્યારે પ્રજાલક્ષી કાર્યોને લઈને પ્રજાની પાસે વિકલ્પ નથી. અથવા તો વિપક્ષ ક્યાંક નબળો પડે છે તેનો લાભ ભાજપને ચૂંટણી દરમિયાન મળે છે. એ ભૂલવું ન જોઈએ. જો આવીને આવી રીતે સત્તાના મદ મા આવી કોર્પોરેટ કલ્ચર એવી પાર્ટીઓ ની ચિંતન શિબિર અંગે પડદા પાછળની વાત પ્રજા જાણશે તો ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીમાં મતદાતાઓ પણ ચોક્કસ વિચારવા ઉપર મજબૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *