વલસાડની અંબિકા નદીના કિનારેથી પૂરમાં ફસાયેલા 16 લોકોને કોસ્ટ ગાર્ડે એરલીફ્ટ કર્યા

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વરસાદી તારાજીને લઈને અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોસ્ટ ગાર્ડ ની મદદથી પૂર આવેલા વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.

દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને વલસાડ કલેકટર દ્વારા પરિસ્થિતિને લઈને જાણ કરાતા વલસાડ નજીક અંબિકા નદીના કિનારે કેટલાક પૂરગ્રસ્ત લોકોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડ એક્શનમાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દમણથી ઉપાડીને અને ઉક્ત નદીના કિનારે ફસાયેલા લોકોને બચાવવા માટે વલસાડ તરફ દોડાવવામાં આવ્યું છે.

ભારે વરસાદને લઈને આવેલા પૂરનું પાણી વધી જતાં લોકો સલામતી માટે તેમના ઘરની અગાસી પર દોડી આવતા જોવા મળ્યા હતા. તો  કેટલાકે નદી કિનારે ઊંચાઈએ આશરો લીધો હતો.

કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનના હેલિકોપ્ટરે ભારે પવન અને ભારે વરસાદમાં ધૂંધળા વાતાવરણ વચ્ચે ઉડાન ભરી અને પૂરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચ્યા છે. હેલિકોપ્ટર સાથે પહોંચેલા સેનાના જવાનું હોય પરિસ્થિતિને ધ્યાને લઈને ઝડપથી 16 ફસાયેલા લોકોને સલામત કિનારે એરલિફ્ટ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *