જામનગર અને કાલાવડ તાલુકાને રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ, વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલે ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું […]

Continue Reading

ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને મળશે ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકોનું જ્ઞાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા પંચાયત, જામનગર તથા નયારા એનર્જીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની ૧૦૦ પ્રાથમિક શાળાઓમાં લાયબ્રેરીના પુસ્તકોની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત જામનગરના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકો મળી રહે અને પાયાથી જ વિદ્યાર્થીઓનું જ્ઞાન અને […]

Continue Reading

KISSને મળ્યો યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વાલસૂરા SSB કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે. તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા […]

Continue Reading

વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ […]

Continue Reading

જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી નિર્માણ પામેલી આ સરકારી શાળામાં છે વેઇટિંગ…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અણઘડ પથ્થરને તરાશીને એમાંથી પ્રતિમા બનાવવાનું, આત્માના અજવાળાંને સંકોરવાનું અને વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણનું છે, શિક્ષકનું છે, શાળાનું છે. પ્રત્યેક વાલી પોતાના ઉપવનની કળી પૂર્ણ વિકસિત, સુવાસિત અને આકર્ષક પુષ્પ બને તે માટે સ્વાભાવિક રીતે પ્રયત્નશીલ હોય છે અને એટલે જ જ્યાં પોતાનાં સંતાનને સારી કેળવણી મળે […]

Continue Reading

જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading

જામનગરમાં રસ્તે રજડતા 1500 થી વધુ ઢોર મહાનગરપાલિકાએ ઝડપી પાડ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુકત ૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ ૭ ઢોરોને પકડવામાં આવેલ છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૫૩૮ ઢોરોને પકડવામાં આવેલ છે […]

Continue Reading