જામનગરના કેન્દ્રીય વિદ્યાલય-2માં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી સંપન્ન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં ગત તારીખ 28/10/22 થી 29/10/22 દરમિયાન કેન્દ્ર વિદ્યાલય ક્રમાંક 2 ઈનફેન્ટ્રી લાઈન્સ ખાતે રાષ્ટ્રીય એકતા પર્વ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. આ  કાર્યક્રમ હેઠળ કલા ઉત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ સંકુલ સ્તરીયા પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્ર વિદ્યાલય જામનગર સંકુલ અંતર્ગત આવેલી સાત શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંગીત, કલા, નૃત્ય, શિલ્પ, ચિત્ર ને લગતી પ્રતિયોગિતાઓ જેવી કે એકલગાન, સમૂહ ગાન, સમૂહ નૃત્ય, એકલ નૃત્ય, એકલ નાટીકા, શાસ્ત્રીય સંગીત, લોકગીત વગેરેનો સમાવેશ કરવામાં આવેલ. આચાર્ય રમેશ પાંડેના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. શાળાના સમસ્ત શિક્ષકોએ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વિશિષ્ટ યોગદાન આપ્યું હતું.