જામનગર 79વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના ગિરીશ અમેથીયાની પ્રબળ ઉમેદવારીની તકો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સજાગ બન્યા છે તેવામાં જામનગરની હાર્દ સમી મનાતી 79 વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયા એ ઉમેદવારી માટે દાવેદારી કરવા જઈ રહ્યા છે. આ પૂર્વેજ ગીરીશભાઈ ના ટેકામાં 70 હજાર જેટલા મતદારો જે જ્ઞાતિમાં છે તેવા પ્રજાપતિ સમાજ અને વિશ્વકર્મા સંઘ તેમજ બ્રહ્મદેવ સમાજનો એક સૂરે ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સમાજમાંથી કોઈપણ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે સૌ પ્રથમ ગિરીશભાઈ અમેથીયાએ પોતાની દાવેદારી નોંધાવી છે.

પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયાએ ભારતીય જનતા પાર્ટીના જામનગરની 79 વિધાનસભા બેઠક ઉપર ટિકિટ માગી છે ત્યારે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે જામનગરમાં પ્રજાપતિ સમાજ, વિશ્વકર્મા મહાસંઘ અને બ્રહ્મદેવ સમાજે પ્રેસ કોન્ફરન્સ યોજી ત્રણેય સમાજે પ્રતિનિધિત્વ કરવા માગણી કરી છે અને કહ્યું છે કે 70 હજાર જેટલા મતદારો આ વિધાનસભામાં આવેલા છે ત્યારે તેઓને પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળવો જોઈએ. હાલ ત્રણેય સમાજમાંથી પ્રજાપતિ સમાજના ખૂબ રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરતા ગીરીશભાઈએ પોતાની દાવેદારી કરી છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેમની ટિકિટ આપશે તો ત્રણેય સમાજ તેમને ટેકો આપશે અને જંગી બહુમતીથી વિજય બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે આ વિધાનસભાની બેઠક ઉપર ભાજપમાંથી ગીરીશભાઈ અમેથીયા સૌપ્રથમ પ્રબળ દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે.