જામનગર 77 ગ્રામ્યના આપ ના ઉમેદવારે મિડિયા સમક્ષ વિવાદિત વાત કરી…!!!

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના આમ આદમી પાર્ટીના 77 જામનગરના ઉમેદવાર અને હોલીડે રિસોર્ટ ચલાવતા માલેતુજાર ઉમેદવારે મોરબીની ઘટનાને લઈને વિવાદિત નિવેદન ન આપવાની તેમજ મીડિયા સમક્ષ મીડિયા ને મોઢામાં આંગળા નાખી ન બોલાવવા જેવા શબ્દો ઉચ્ચારણ કરી માનસિકતા છતી કરતા જામનગરના પ્રેસ -મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો છે.

જામનગરમાં વકીલાત નો વ્યવસાય કરતા અને આમ આદમી પાર્ટીમાં રૂમે જુમે પ્રવેશેલા પ્રકાશ દોંગા પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવી રહ્યા છે ત્યારે સમક્ષ સ્નેહમિલન યોજી સ્નેહમિલન બાદ મીડિયાને સંબોધન કરતા મોઢામાં આંગળા નાખી ન બોલાવવા એવી ડંફાસ કરી હતી.

એક તો મોરબીની ઘટના તાજી છે ત્યારે જ ચૂંટણી સમયે ઉમેદવાર જાહેર થવાથી તેઓ 77 જામનગર ગ્રામ્યના મતો અંકે કરવા પાર્ટીના ગણ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સ્નેહમિલન યોજ્યું હતું. આ સ્નેહમિલન દરમિયાન પ્રેસ મીડિયા ને પણ આમંત્રણ આપી પોતાની પ્રસિદ્ધિ થાય તે માટે શહેરની બહાર તાલ માલને તાસીરો કરવા બોલાવ્યા હતા. પરંતુ આ પ્રકારની ડંફાસ મારતા પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓએ આમ આદમી પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાંથી બહિષ્કાર કરી નીકળી ગયા હતા.