મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં 140થી વધુના મોત, 99 મૃતકોની યાદી આવી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ રાતભર ઘટના સ્થળે…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી :

મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ચિસા ચીસો ગુંજી ઉઠી હતી.

મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ધરાશાયી થવાની દુર્ઘટના મામલે વહેલી સવાર સુધીમાં આશરે 140થી વધુ મોત થયાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.

મોરબીના જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.

પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને ૨૫ જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી.

આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની 3-3 પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની 7 ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા. બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ દરમિયાન નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, રેન્જ આઈજી અશોક યાદવ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી આઇપીએસ અધિકારી કરણરાજ વાઘેલા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખીરાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.

● મૃતકોની યાદી

1.સુજલ હરેશભાઈ ચાવડા

2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13.અનિસાબેન આરીફશા સાહમદાર

14.આફ્રીદશા આરીફશા સાહમદાર

15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી

29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36.હુસેન દાઉદભાઈ- રાપર

37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ

44.મનસુખભાઈ છત્રોલા

45.નૈતિક મહેશભાઈ સોઢીયા

46.ભૂમિકાબેન રાયધનભાઈ

47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

48.શાબાન આસિફ મકવાણા

49.મુમતાઝ હબીબ મકવાણા

50.પાયલ દિનેશભાઇ

51.નફસાના મહેબૂબભાઈ

52.એકતા ચિરાગભાઈ જીવાણી

53.પૂજાબેન ખીમજીભાઈ

54.ભાવનાબેન અશોકભાઈ

55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી

56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા

57.જગદીશભાઈ રાઠોડ

58.કપિલભાઈ રાણા

59.મેરુભાઈ ટીડાભાઈ

60.સંદીપભાઈ રાજેશભાઇ

61.ભુપતભાઇ છગનભાઇ પરમાર

62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા

63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ

64.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા

65.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ

66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા

67.ધવલભાઈ જયેશભાઈ દોશી

68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા

69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા

70.રાજ દિનેશભાઇ દરિયા

71.મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી

72.અશોક જેસિંગભાઈ ચાવડા

73.ખલીફા અમિત રફીકભાઈ

74.હંસાબેન રૂપેશભાઈ ડાભી

75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા

76.અલ્ફાઝખાન પઠાણ

77.ભરતભાઇ ચોકસી

78.પ્રશાંતભાઈ મકવાણા

79.વસીમભાઈ અલીભાઈ સુમરા

80.હબીબુદ શેખ

81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા

82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા

83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા

84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર

85. પૃથ્વી મનોજભાઈ

86.ભવિકભાઈ દેત્રોજા

87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા

88.નસીમબેન બાપુશા ફકીર

89.નફીષાબેન મહેબૂબભાઈ

90.તુષાર રૂપેશભાઈ ડાભી

91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા

92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી

93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર

94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી

9.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ

96 ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી

97 નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા

98.નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી

99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ