જામનગરનો બીજો ડેમ ઓવરફ્લો, ઊંડ-4 ડેમનો આહલાદક નઝારો સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગરના કાલાવડ પંથકના આવેલો ઊંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી પડી રહેલા વરસાદને પગલે ઉપરથી પણ ભારે જળ સપાટી ડેમ સુધી પહોંચતા ડેમમાં નવા નિર આવ્યા છે અને સમગ્ર ડેમ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ડેમથી નીચે પાણી જઈ રહ્યું છે જેનો આહલાદક નજારો જોઈ શકાય છે. જામનગર […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શકયતા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 અને 13 જુલાઈના સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ત્યારે ગુરુપૂર્ણિમા પહેલા જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈ ના […]

Continue Reading

જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સરકારી ફિઝીયોથેરાપી કોલેજ ખાતે રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ માટેનો કેમ્પ યોજાયો. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓના બ્લ્ડ ટેસ્ટ દ્રારા તેમને થેલેસેમીયા છે કે કેમ? એ માટે નો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રેડ ક્રોસના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, થેલેસેમીયાના ઇન્ચાર્જ દિપાબેન સોની ઉપરાંત નિરંજનાબેન વિઠલાણી, કીરીટભાઇ શાહ, ભાર્ગવભાઈ […]

Continue Reading

પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી, લાભર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સાતમા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે આવી પહોંચ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની […]

Continue Reading

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના 57માં જન્મદિવસે જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57 માં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 57 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર જિલ્લામાં જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી જીલ્લા ખોડલધામ સમિતિ પોચીયા જેમાં મહિલાઓ પણ […]

Continue Reading

રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સે કાઢી વીડિયો વોલ બાઇકરેલી, DRM એ શહીદોના પરિવારજનોનું કર્યું સન્માન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :  પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ટીમ દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે 13 જૂનથી 15 ઓગસ્ટ, 2022 દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાઇક રેલી, વૃક્ષારોપણ, જળ સેવા, રન ફોર યુનિટી અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ગામના લોકોએ પુલ નહીં બનતા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સલાયા : (આનંદ લાલ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુબેર વિસોતરી ગામ આવેલું છે. જેના મુખ્ય માર્ગ ઉપર એક નાનો પુલ આવેલ છે. આ પુલની જગ્યા એ ઉંચો અને મોટો પુલ બનાવવા અનેકવાર ગ્રામજનોએ સરકાર ને રજૂઆત કરેલ છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. દર વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદ […]

Continue Reading

ભારે વરસાદની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFના જવાનો ખડેપગે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  હવામાનવિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એનડીઆરએફની ટીમના 24 જવાનોને કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે […]

Continue Reading

સુપોષણ યોજનાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વિરપુર : (ભાગ્યેશ ડોબરીયા) સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સુપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. પ્રજાવત્સલ અને હરહંમેશ નાના-મોટા સૌ લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત ગોરધનભાઈ ધામેલીયાને સરકારના આ સૂપોષણ […]

Continue Reading

જોડીયા તાલુકાના લક્ષ્મીપરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચતા યોજાયો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જોડીયા :  સરકારનાં ૨૦ વર્ષના વિકાસ કાર્યો તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લક્ષ્મીપરા ગામે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્યના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્ય દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. […]

Continue Reading