દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ગામના લોકોએ પુલ નહીં બનતા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સલાયા : (આનંદ લાલ)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુબેર વિસોતરી ગામ આવેલું છે. જેના મુખ્ય માર્ગ ઉપર એક નાનો પુલ આવેલ છે. આ પુલની જગ્યા એ ઉંચો અને મોટો પુલ બનાવવા અનેકવાર ગ્રામજનોએ સરકાર ને રજૂઆત કરેલ છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

દર વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદ થાય એટલે આં પુલ ઉપરથી મોટા પ્રમાણમાં પાણી જાય છે. જેથી ગ્રામજનો,વિદ્યાર્થીઓ,તેમજ બીમાર લોકોને ગામની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.

આ વર્ષે પણ વરસાદ થતાં હાલ આ પુલ  ઉપરથી મોટા પ્રમાણમાં પાણી જતું હોઈ ગ્રામજનો ત્યાંથી નીકળી શકતા નથી. જેથી ગ્રામજનોએ આવનારા દિવસોમાં પુલ નહિ બને તો સમગ્ર ગામ દ્વારા મતદાન નો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *