ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાં કાંટે કી ટક્કર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુનિલ આશર અને તેની આમ આદમી પાર્ટીની પેનલનો ઝંઝાવાતી પ્રચારમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે જેને લઈને ગત ટર્મના કોર્પોરેટરો આ વિસ્તારમાં કંઈક ઉકાળી શક્યા ન હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું હતું. જેને લઈને પરિવર્તન થશે તેવો વિશ્વાસ સાથે મતદારો જાડુનું બટન દબાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
શરૂઆતથી જ યુવાનોના દરેક દુઃખ દર્દ તેમજ સમસ્યાઓના સમાધાન માટે સતત પ્રયત્નશીલ અને આત્મીય એવા સુનીલ આશર સ્થાનિક પ્રશ્નોને લઈને હર હંમેશા દોડતા રહે છે. લોકોના કામ સરકારી કચેરીઓમાં કઢાવવા માટે પણ તેઓની માસ્ટરી છે. જેને લઈને કામના ઉકેલ આવતા લોકો પણ આવા ઉમેદવારને વધુ પસંદ કરે છે. આ વર્ષે ત્રિપાખિયા જંગમાં ભાજપ સામે કોંગ્રેસ અને સુનિલ આશરની સતત દોડતા ઉમેદવારોની પેનલ કે જેમાં શિક્ષિત અને યુવા કૃપાલી હેત રાવલ, યુવા અને તરવરિયા રાજીવભાઈ લાલન તેમજ જ્યોત્સનાબેન સોલંકી ના નિશાન ઝાડુ ઉપર ઇવીએમમાં બટન દબાવી મતદાન કરવા વોર્ડ નંબર નવના મતદારોએ મન બનાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના લીમડા લાઇન, પંચેશ્વર ટાવર, બેડી ગેટ, ચાંદી બજાર સહિતના પોશ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની પડતી હાલાકીઓ વચ્ચે હર હંમેશ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મક્કમતાથી અવાજ ઉઠાવી લોકો વચ્ચે રહી કામ કરવાની ખાતરી આપી છે. જેને લઈને લોકો પણ વોર્ડમાં ન દેખાતા ભાજપના ગત ટર્મના કોર્પોરેટર થી ત્રાસી ગયા છે જેને લઈને હવે વોર્ડ નંબર નવમાં વિસાવદર વાળી કરવા જઈ રહ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
