ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી :

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ અને સ્વ. પોપટલાલ નાનાલાલ વાઘેલા સ્મરણાંજલિ એવોર્ડ સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રભાઈ પટેલ, મનહરભાઈ કાપડિયા, નાગજીભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ બારૈયા, વ્રજભાઈ મિસ્ત્રી, ઝાલા તથા આયોજક અજીતભાઈ વાઘેલા (ગ્રામ્ય ગુર્જરી કળા સંસ્થાના પ્રમુખ), નરેન્દ્રસિંહ જાદવ (ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી), મુખોટે આર્ટ ગેલેરીના ટ્રસ્ટી કોકીલાબેન પટેલ, નીલુબેન પટેલ તેમજ કલા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો અને વિજેતા કલાકારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો, જેમાં તમામ કલાકાર મિત્રોએ પોતાની કલા ઉત્તમ રીતે રજૂ કરી અને અદ્ભુત કલાકૃતિઓ નિહાળવાનો મોકો મળ્યો હતો, તેમજ આ પ્રસંગે મને કલાકાર વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું એ ગૌરવની વાત છે. કલાકાર મિત્રો, નિર્ણાયક મંડળ, મહેમાનો અને આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કરી જેમણે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તક આપી તેને પ્રકાશ ટેલર નિવૃત્ત ચિત્ર શિક્ષક/ કલાકાર એક નિવેદનમાં જણાવ્યું હતું.

– ફોટો : કપિલ પટેલ