મોટી ખાવડી પાસે એલેન્ટો હોટલમાં ભીષણ આગ, આમ લાગી હતી ભીષણ આગ, જુઓ…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવ્યા, કલેકટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા છે. હાલ રિલાયન્સ, સિક્કા દિગ્વિજય ગ્રામ ઉપરાંત આસપાસના કંપનીના ફાયર ફાઈટરો દ્વારા બચાવ કામગીરી માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર દ્વારકા હાઇવે પર મોટી ખાવડી નજીક હવેલી હોટલ એલેંટો માં ભીષણ આગ લાગી હતી. આ આની ઘટનામાં હોટલના પાર્સિંગમાં પડેલી એક મોટરકાર બે થી ત્રણ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.

સાંજે સાડા સાત વાગ્યે લાગેલી આગ અંગે જાણ થતાં જ તાત્કાલિક સિક્કા નગરપાલિકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માંથી ફાયર ફાઈટરો સાથે ટીમો દોડી હતી ભીષણ આગ ની ઘટનાને લઈને જામનગરથી પણ ચીફ ફાયર ઓફિસર ઓફિસર કે. કે. બિશનોઈ પણ ફાયર વિભાગની બે ટુકડીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 27 જેટલા લોકોને બહાર કાઢી કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોને ગૂંગણામણ ની અસર થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર ગ્રામ્યના મામલતદાર બી.ટી.સવસાણી, ડિઝાસ્ટર વિભાગના ડીસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર માનસી સિંગ, નાયબ મામલતદાર પરીક્ષિત પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મેઘપર પડાણા અને સિક્કાનો પોલીસ દાખલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. મોડી સાંજે જનરેટર ચાલુ કરતાં સમયે સ્પાર્ક થયો હતો અને આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

તસવીરો : મનસુખ રામોલીયા